Site icon ચક્રવાતNews

મોરબી નીચી માંડલ ગામે ખેડુત ના ઘરમાં તસ્કરોએ ત્રાટક્યા રોકડ રકમ અને દાગીના ની ચોરી

મોરબી પંથકમાં વારે ઘડીએ ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે નીચી માંડલ ગામે એક ખેડૂત નાં ઘરને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ અને દાગીના સહિત પોણા પાંચ લાખ ની ચોરી કરી ગયા ની પોલીસ ફરીયાદ નોંધાય છે

બનાવની વધુ જાણવા મળતી વિગતો મુજબ માંડલ ગામે રહેતા ધીરુભાઈ તેજાભાઈ થરેશા નામના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો રૂમમાં પ્રવેશ કરી લોખંડના કબાટ માં સૂટકેસમાં રાખેલા રોકડ રકમ રૂપિયા ૪ લાખ તેમજ રૂપિયા 75 હજાર ના દાગીના સહિત રૂપિયા 457500 ના મુદ્દામાલની ચોરી કરીને લઇ ગયા હતા આ મામલે ખેડૂત ધીરૂભાઇએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવા તપાસ હાથ ધરી છે

Exit mobile version