Site icon ચક્રવાતNews

મોરબી બન્યું રામમય: રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા

लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्।
कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥

મોરબી: ભગવાન શ્રી રામ જન્મોત્સવની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે.

આજે સાંજે સાડા ચાર વાગ્યે મોરબીનાં સામા કાંઠા વિસ્તારના મહારાણા પ્રતાપ ચોકથી શ્રીરામની શોભાયાત્રા શરૂ થઈ છે આ શોભાયાત્રામાં પગપાળા, બાઈક સ્વાર અને ફોરવીલ વાહન માં નીકળી છે. શ્રી રામ નો ફ્લોટ્સ આકર્ષક બનાવવામાં આવ્યો છે. અને શોભાયાત્રા નાં સમગ્ર રૂટ પર મંડપમાં ઠંડા પાણી સાથે થમ્પસપ જેવાં પીણાં રાખવામાં આવ્યા છે દરેક સ્થળે શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવે છે.

સમગ્ર શોભાયાત્રા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા આ શોભાયાત્રામાં જોડાયા છે. શ્રીરામ ની પ્રતિમા ને પુષ્પહાર કરીને વંદન કર્યા હતા. ઢોલ ત્રાંસા અને બેન્ડ વાજા ની શોર સાથે શોભાયાત્રા નીકળી છે જેના છેલ્લા સ્ટોપ નગર દરવાજા પાસે પહોંચશે અને ત્યાં મહા આરતી કરવામાં આવશે.

ઘણા વર્ષો પછી આ વર્ષ ની રામજન્મોત્સવ ની શોભાયાત્રા બહું વિશાળ નીકળી છે મોટીસંખ્યામાં લોકો જોડાયા છે.અને એટલી જ સંખ્યામાં લોકો રોડ ની બન્ને બાજુ ઉભા રહીને પુષ્પ ની છોરો ઉડાડી રહ્યા હતા. એકંદરે આ ભવ્ય શોભાયાત્રા નીકળી છે.

Exit mobile version