મોરબી માં અન્ડરગ્રાઉન્ડ ટાંકા માં ડુબી જવાથી પરણીતા નું મોત
Morbi chakravatnews
મોરબીના રવાપર રોડ પર આવેલ ઉમિયા નગર સોસાયટીમાં રહેતી એક પરિણીતા પોતાના ઘરના અન્ડરગ્રાઉન્ડ ટાંકા માં પડી જતા ડૂબી જવાથી તેમનું મોત થયું હતું આ બાબતની પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે બનાવ ની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરણીતા નાં લગ્નને હજુ નવ વર્ષ થયાં છે અને બે સંતાન હોવાનું બહાર આવ્યું છે
જાણવા મળતી વિગત મુજબ મોરબીના ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન રોહિતભાઈ છનીયારા નામની 3૪ વર્ષની પરિણીતા પોતાના ઘરના અંડરગ્રાઉન્ડ ટાંકા માં પડી જતાં ડૂબી જવાથી તેમનું મુત્યુ થતાં પીએમ અર્થે તેમની ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ આ બનાવની જાણ પોલીસ મથકે થતાં પોલીસ અધિકારી એ પી જાડેજા એ વધુ તપાસ હાથ ધરી છે