Site icon ચક્રવાતNews

મોરબીમાં કરણી સેના આયોજીત રથયાત્રા નું આગમન મોરબીમાં દરેક ચોકમાં થયું સ્વાગત

મોરબી ની જનતા એ કર્યું શાનદાર સ્વાગત

માતાનામઢ થી શરૂ થયેલી કરણી સેના દ્વારા આયોજિત એકતા યાત્રા નો રથ મોરબીમાં આજે આવી પહોંચ્યો હતો. જેનું મોરબીમાં તમામ જ્ઞાતિના લોકોએ હારતોરા કરીને સન્માન કર્યું હતું. અંદાજે બસ્સો થી વધુ કાર અને જીપ આ એકતા યાત્રા રેલીમાં જોડાયેલી જોવા મળી હતી.

આ બાબતે વાત કરીએ તો કચ્છમાં માતાજીના મઢ થી તારીખ ૧-૫- ના રોજ શરૂ થયેલી કરણી સેના આયોજીત રથયાત્રા નિર્ધારિત કરેલી ૧૨ તારીખ ને ચાર વાગ્યે આજે મોરબીના સામાકાંઠા ના સરકારી બહાદુર વિલા સર્કીટ હાઉસ ખાતે પહોંચી હતી. ત્યાંથી મહારાણા પ્રતાપ સર્કલ પાસે ક્ષત્રિય સમાજની બહેનોએ કરણી રથયાત્રા ના કંકુ ચોખા થી વધામણાં લીધા હતા ત્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાને હારતોરા કરી ને રથયાત્રા આગળ વધી હતી. શક્તિ ચોક, નગર દરવાજા ચોક, રામચોક, નવા બસસ્ટેન્ડ વગેરે સ્થળોએ એકતા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ એકતા યાત્રા સાથે રહેલા કરણી સેના ગુજરાત પ્રદેશ અગ્રણી જે.પી. જાડેજાએ નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને વંદન કર્યા હતા. જ્યાં રાજ્ય વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય અને રાજ્ય ગ્રામ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બહુ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો આ એકતા યાત્રા રેલીમાં જોડાયા હતા.

નવા બસ સ્ટેન્ડ થી આ એકતા યાત્રા આગળ વધીને શનાળા ગામ પહોંચી હતી અને જ્યાં રાજપૂત સમાજની વાડીમાં આજે રાત્રિ રોકાણ કર્યું છે.

Exit mobile version