Site icon ચક્રવાતNews

મોરબી વીસીપરા પાસે પર પ્રાતિય વ્યક્તિને છરીનો ઘા મારનાર ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ 

મોરબી વીસીપરા પાસે ઇસમને છરીનો ઘા મારનાર ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી

મોરબી શહેરની વિસીપરા ફાટકથી રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ પર ખાવાનું માંગનાર પરપ્રાંતીય શ્રમિકને છરીનો ઘા ઝીંકી દેવામાં આવ્યો હોય જે બનાવ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોય જેમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૦૧ એપ્રિલના રોજ સાંજના સુમારે વિસીપરા પાસે રમેશકુમાર ખુર્રમ યોગી રહે ઉત્તરપ્રદેશ વાળા કામની તલાશમાં મોરબી આવ્યા હોય પરંતુ કામ મળ્યું ના હોય જેથી નાસ્તાની લારી પાસે અજાણી મહિલા પાસે ખાવાનું માંગ્યું હતું જેને ખાવાનું આપવાની ના કહીને રકઝક કરી હતી જેથી તેની સાથે રહેલ અજાણ્યા ઇસમેં રમેશકુમાર યોગીને છરીના ઘા ઝીંકી દઈને આરોપી નાસી ગયો હતો જેથી ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

જે ગુનાની તપાસ એલસીબી ટીમ ચલાવતી હોય ટેકનીકલ માધ્યમ તેમજ હુમન ઈન્ટેલીજન્સ દ્વારા બાતમી મળી હતી કે ગુનાને અંજામ આપનાર રાજુ સુરેશભાઈ ઉર્ફે મનસુખ સોલંકી રહે હાલ મોરબી પાડાપુલ નીચે ઝુપડાવાળો હાલ જામનગર સાત રસ્તા વિસ્તાર બાજુ જતો હોય જેથી એલસીબી ટીમે જામનગર ટીમને મોકલી જામનગર સાત રસ્તા પાસેથી આરોપી રાજુ સુરેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકી (ઉ.વ.૩૦) રહે મૂળ ગુંદાળા ભાવનગર હાલ મોરબી વાળાને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબુલાત આપી હતી જેથી આરોપીને ઝડપી લઈને એ ડીવીઝન પોલીસ મથકમાં સોપવામાં આવ્યો છે

Exit mobile version