Site icon ચક્રવાતNews

મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ પરથી દારૂની 30 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી શહેરના અયોધ્યાપુરી રોડની પાછળની શેરીમાંથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 30 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરના અયોધ્યાપુરી રોડની પાછળની શેરીમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વીશીપરા મદીના સોસાયટીમાં રહેતા જીલાણી કાસમભાઇ ચૌહાણ નામના યુવાનને મેકડોવેલ્સ નં.1 સુપરીયર વ્હીસ્કીની 22 બોટલો તેમજ રોયલ ગ્રૈન્ડર મેટ્રો લીકરની 08 બોટલ સહિત કુલ 30 બોટલ (કીં.રૂ. 10,650) સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version