56 શખ્સો સામે કાર્યવાહી બાદ હળવદ પોલીસ મથકના પી.આઈ.એમ.વી પટેલ સામે પણ કાયદાકીય કાર્યવાહીમાં સસ્પેન્ડ ઓર્ડર હાથના થમાવી દેવાયો ખનીજ માફિયાઓ બેફામ સરકારી તિજોરી ને નુકશાન પોહચાડી રહ્યા હતા જેની જાણ સ્ટેટ મોનિટરિંગ ને થતા થોડાં દિવસો અગાઉ દરોડા કર્યા હતા જેમાં આજરોજ પી.આઈ.નો ભોગ લેવાયો હોવાનું જાણવા મળ્યું છે
મળતી માહિતી મુજબ હળવદની બ્રાહ્મણી નદીમાસ્ટેટમોનીટરીંગ સેલની ટીમે શનિવારે મોડી સાંજે રેડ કરી હતી અને ત્યાથી રેતી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોને કબજે કરવામાં આવ્યા હતા તેમજ તે વાહનોને ચલાવતા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને તમામ આરોપીઓ અને મુદામાલ હાલમાં હળવદ તાલુકા પોલીસને સોપવામાં આવ્યો હતો અને ૫૬ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો ત્યાર બાદ ડીજીપી વિકાસ સહાયએ હળવદના પીઆઇને સસ્પેન્ડ કર્યા છે