વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર ઉત્તમ વી. કાનાણીની નીમણુંક….
Morbi chakravatnews
શનિવાર મોડી સાંજના રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિતની બોડીને રદ કરવામાં આવી હતી જેમાં આજે સાંજના વાંકાનેર નગરપાલિકાના વહિવટદાર તરીકે વાંકાનેર મામલતદાર ઉત્તમ વી. કાનાણીની નીમણુંક કરવામાં આવી છે….
વાંકાનેર નગરપાલિકાને નાણાકીય બાબતને ધ્યાનમાં લઈ ગત શનિવારના રોજ સરકાર દ્વારા નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી છે, જે બાદ હવે વાંકાનેર નગરપાલિકાની જ્યાં સુધી ચુંટણી જાહેર કરી નવી બોડીની નિમણૂક ન થાય ત્યાં સુધી વહીવટદાર તરીકે વાંકાનેર મામલતદાર ઉત્તમ વી કાનાણીની નિમણૂક કરવામાં આવી છે….