Site icon ચક્રવાતNews

વાવડી રોડ પર પરણીતાએ ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું

મૃતકને સંતાન માં એક 4 વર્ષ નો છોકરો અને એક 2 વર્ષ ની છોકરી છે

મોરબી શહેરમાં વાવડી રોડ પર રહેતી 27વર્ષની પરિણીતા એ કોઈ અગમ્યકારણોસર મોત વ્હાલું કરી લેતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બનાવ ની નોધ કરી પોલીસ ઊઆગળની તપાસ ની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબી પાલિકાના મહિલા કાઉન્સીલર ભાનુબેન નગવાડીયાની 27 વર્ષીય પરણિત પુત્ર રસ્મિતાબેન પ્રણવભાઈ નગવાડીયાએ વાવડી રોડ પર આવેલ કુબેર નગર વિસ્તારમાં તેમના ઘરમાં અગમ્ય કારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ બાદ મૃતક રશ્મિકા બેનને પીએમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગેની જાણ હતા ભાનુબેન તેમના પરિજનો તેમજ મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલે આવી પહોચ્યા હતા.


પુત્રીના આપઘાત બાદ માતા પોક મુકીને રડી પડતા વાતાવરણ ગમગીન બની ગયુંબનાવ અંગે પોલીસે પણ નિવેદન નોધવા તજવીજ હાથ ધરી છે. રશ્મિકાબેનના 6 વર્ષ પહેલા પ્રણવ વ્યાસ સાથે લગ્ન થયા હતા.2 મહિના પહેલા જ કુબેર નગરમાં એક મકાન ખરીદ્યું હતું રહેવા ગયા હતા.મૃતકને સંતાનમાં 4 વર્ષનો છોકરો અને 2 છોકરી છે. જોકે રશ્મિકાબેને ક્યા કારણસર આપઘાત કર્યો તે અંગે કોઈ કારણ જાણવા મળ્યું નથી.પોલીસ હાલ પરિજનોની પુછપરછ કરી રહી છે

Exit mobile version