Site icon ચક્રવાતNews

વિદ્યાર્થીઓ આનંદો!સરકારે રાજ્યમાં ઉનાળા વેકેશનની તારીખોની જાહેરાત કરી દીધી છે.

ચાલુ વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર 7 જૂન, 2021થી શરૂ થયું હતું. આ વખતે પણ 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે.

ગુજરાત સરકારે કહ્યું કે, રાજ્યમાં શાળાઓમાં 35 દિવસના ઉનાળા વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળા વેકેશનની શરૂઆત 9 મેથી થશે અને 12મી જુન શાળાઓમાં રજા રહેશે.13મી જુનથી ફરી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે અને નવા સત્રનો પ્રારંભ થશે.

નિયામક કચેરીએ પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે, તમામ ડીઈઓ-ડીપીઈઓએ સંકલનમાં રહી વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી તમામ સ્કૂલોમાં એક સાથે જ વેકેશન જાહેર થાય. જેથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૯મી મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનું રહેશે

 

 

Exit mobile version