વિરપરડા ગામે સાદરીયા પરિવાર દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે
Morbi chakravatnews
હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે મોરબી નજીક આવેલા વિરપડા ગામે તારીખ 6 એપ્રિલના રોજ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે સાદરીયા પરિવાર નાં સ્વયંભૂ પ્રાગટ્ય હનુમાનજી મંદિર ખાતે સાદરીયા પરિવાર નું સ્નેહ મિલન અને હોમ હવન સહિત ભજન કીર્તન જેવાં ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે
સવારે 7:00 હોમ હવન બપોરે મહાપ્રસાદ નું આયોજન અને બપોરના 3:30 કલાકે બીડુ હોમવાનું તેમજ રાત્રે 8:00કલાકે સુંદર કાંડ નાં પાઠ કરવામાં આવશે આ ત્રિવિધ કાર્યક્રમમાં સહુ સાદરીયા પરિવારે ઉપસ્થિત રહેવા યાદી માં જણાવ્યું છે