Site icon ચક્રવાતNews

વૃક્ષપ્રેમીનુ દુઃખદ નિધન થતાં બેસણામાં ત્રણ હજારથી વધુ રોપા વિતરણ કરી પરિવારજનોએ શ્રદ્ધાંજલી પાઠવી

મોરબી: ખાખરા નિવાસી હરધ્રોળ ક્ષત્રિય સમાજ પ્રમુખ પથુભા જસુભા જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહનું દુઃખદ અસવાન થતાં તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપવાંમાં આવી હતી. સ્વ.અનિરુદ્ધસિંહને વૃક્ષો અતિપ્રિય હોય તેમને હજારો વૃક્ષો વાવેલ હતા. તેથી તેમની શ્રદ્ધાંજલિ રૂપે તેમના તેમના પરિવાર તથા મિત્ર સર્કલ દ્વારા બેસણામાં આવનાર દરેકને વૃક્ષના રોપા આપી તેનો ઉછેર કરી સદગતને સાચી શ્રદ્ધાંજલિ આપવા દરેકને અનુરોધ કરાયો બેસણામાં આવનાર લોકોને 3000થી વધુ રોપા આપી સદગતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સાથે સ્વ.અનિરુદ્ધસિંહ મોરબી ભારતીય કિશાન સંઘના પ્રમુખ જીલેષ કાલરીયાના ખાસ મિત્ર હોવાથી તેમણે દુખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

Exit mobile version