Site icon ચક્રવાતNews

શહીદ દિન નિમિતે ABVP ના આયામ SFS સ્ટુડન્ટ ફોર સેવા મોરબી દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ

મોરબી : ABVPના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ હેઠળ આગામી તા.23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.તેમજ કોલેજ કેમ્પસમાં બ્લડ ડિરેક્ટરીની રચના પણ કરવામાં આવશે.વધુ લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.

 

એ જ રીતે ABVP ના સ્ટુડન્ટ ફોર સેવા ના આયામ અંતર્ગત 23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પ યોજાશે. 23/3/2022 ના રોજ આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે 9:00 વાગ્યા થી 2:00 વાગ્યા સુધી યોજાશે. રક્તદાતાઓ ને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમજ સર્વે નાગરિકો આ કેમ્પ માં જોડાય તેવી ABVP પરિવાર અપિલ કરે છે. આ ઉપરાંત આગામી સમય માં કોલેજ કેમ્પસ માં બ્લડ ડિરેક્ટરી ની રચના પણ કરાશે.

તેમજ આ કાર્યક્રમ ના ઇન્ચાર્જ શક્તિસિંહ ઝાલા નગર SFS સંયોજક(9687535939) તેમજ રાજદીપસિંહ જાડેજા નગર હોસ્ટેલ સંયોજક (8238315600)જેઓ રહેશે વધુ માહિતી માટે આપ તેમનો સંપર્ક કરી શકાશે.

Exit mobile version