હળવદના ચરાડવા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
Morbi chakravatnews
મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
પોલીસ ઇન્સ્પેકટરનાઓએ સર્વેલન્સ સ્ટાફ પોલીસને સંયુક્ત રીતે બાતમી મળતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સ્ટાફને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા પાંચ ઇસમોને ફૂલ રૂ.૬૮.૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.