Site icon ચક્રવાતNews

હળવદના દીઘડીયા અને કીડી ગામેથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ તાલુકાના કીડી ગામ અને દિઘડીયા ગામમાં દરોડો કરીને પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મોરબી એલસીબી ટીમે કીડી ગામની બગડુ સીમમાં વાડીમાં દરોડો કર્યો હતો જેમાં વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો ૧૨૦૦ લીટર અને દેશી દારૂ ૧૯૦ લીટર મળી આવતા દારૂ અને આથા સહીત કુલ રૂ ૬૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો આરોપી પ્રહલાદ ઉર્ફે શૈલેશ નંદાભાઇ ઉધરેજા રહે કીડી અને અન્ય આરોપીનું નામ ખુલ્યું છે

જયારે હળવદ પોલીસ ટીમે દિઘડીયા ગામની સીમમાં ખેતરમાં રેડ કરી દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રેડ દરમિયાન ઠંડો આથો લીટર ૪૦૦ કીમત રૂ ૮૦૦ નો મુદમાલ જપ્ત કર્યો છે અને આરોપી ભીમો પભાભાઈ કાંજીયા રહે દિઘડીયા તા. હળવદ વાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે
રિપોર્ટ – રવી પરીખ હળવદ

Exit mobile version