મળતી માહિતી મુજબ શૈલેષભાઇ વાસુદેવભાઇ કણઝરીયા ઉ.વ.૩૬ રહે. નવા ધનાળા તા.હળવદ વાળા ગત તા.૨૧-૦૩-૨૦૨૩ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાનાં અરસામાં હલર ઉપર ચઢી કામ કરતા હતા તે દરમ્યાન ઉપરથી પસાર થતી PGVCL ની લાઇનને અડી જતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા શૈલેષભાઇ વાસુદેવભાઇ કણઝરીયાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.