હળવદના નવા દેવળીયા ગામે વૃદ્ધને એસટી બસે હડફેટે લેતા મોત
Morbi chakravatnews
હળવદ: હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે વૃદ્ધને એસટી બસના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા વંદનકુમાર રામભાઇ બાવળીયા (ઉ.વ. ૩૪) એ આરોપી સરકારી એસટી બસ નંબર – GJ-18-Z-8301 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૧૨-૨૦૨૨ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે આરોપીએ પોતાના હવાલા વાળી સરકારી ST બસ નંબર GJ 18-Z-8301 વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પિતા રામભાઇ જીવીદાસભાઇ પટેલ ઉ.વ.૬૫ વાળા રોડક્રોસ કરતા હોય ત્યારે હડફેટે લેતા વૃદ્ધને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વંદનકુમારએ બસ ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.