Site icon ચક્રવાતNews

હળવદના માથક ગામે બાવળના જુંડમાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

હળવદ તાલુકાના માથક ગામે બાવળના જુંડમાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા આરોપી રમેશભાઇ અમરશીભાઈ દેગામાએ પોતાના કબ્જા ભોગવટા વાળી જગ્યામાં ઘરની પાછળ બાવળના જુંડમા ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૬ કિં રૂ.૧૮૦૦ નો મુદ્દામાલ હળવદ પોલીસે જપ્ત કરેલ છે જ્યારે આરોપી રમેશભાઇ અમરશીભાઈ દેગામા રહે માથક ગામ તા. હળવદ વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Exit mobile version