Site icon ચક્રવાતNews

હળવદ: ચાડધ્રા ગામે જમીન પચાવી પાડનાર 2 વ્યક્તિ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

હળવદના ચાડધ્રા ગામે બે શખ્સોએ જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે. હાલ હળવદ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે ભગીરથદાન પરબતસંગ ટાપરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી જગદિશભાઈ કશુભાઈ ગઢવી અને બટુકભાઈ કશુભાઈ ગઢવી એ ફરિયાદી ભગીરથદાનની માલીકીની ચાડધ્રા ગામના સર્વ નં. ૩૭૪/૨ ની જમીન હે.આર.ચો.મી.૦-૫૪-૬૩ વાળી જમીન પર ગેર કાયદેસર કબજો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી છે.આ મુદ્દે હળવદ પોલીસે જરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રવિ પરીખ હળવદ

Exit mobile version