Site icon ચક્રવાતNews

હળવદ તક્ષશિલા સંકુલ ખાતે ખેલ મહાકુંભની મોરબી જિલ્લાની હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ હળવદની તક્ષશિલા સ્કુલ ખાતે હેન્ડબોલ સ્પર્ધાથી પ્રારંભ થયો. હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયાના હસ્તે દીપ પ્રાગટ્ય અને ટોસ ઉછાળી હેન્ડબોલનો શુભારંભ કરાયો.

અન્ડર – 14, 17 અને ઓપન એમ ત્રણ એઈજ કેટેગરીની મેચ યોજવામાં આવી. પાંચેય તાલુકામાંથી કુલ આશરે ૨૮ ટીમોએ ભાગ લીધો હતો. આ તકે જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, હળવદ શહેર ભાજપ પ્રમુખ વાસુભાઈ સિણોજીયા અને શાળાના એમ.ડી. મહેશ પટેલ સર હાજર રહ્યા હતા. અન્ડર – ૧૪ મા ભાઈઓમાં સાર્થક સ્કુલ પ્રથમ અને તક્ષશિલા સ્કુલ બીજો નંબર મેળવ્યો હતો. જ્યારે બહેનોમાં મોરબીની નાલંદા સ્કુલ વિજેતા થયા હતા. અન્ડર- ૧૭ ભાઈઓમાં નાલંદા વિદ્યાલય પ્રથમ ક્રમાંક પર અને તક્ષશિલા સ્કુલ બીજા ક્રમાંક પર રહ્યા હતા.

જ્યારે બહેનોમાં પ્રથમ નંબરે નાલંદા સ્કુલ રહી હતી. જ્યારે ઓપન કેટેગરીમાં ભાઈઓમા તક્ષશિલા સંકુલ અને બહેનોમાં તક્ષશિલા કોલેજની ટીમે અવ્વલ નંબર મેળવ્યો હતો. શાળાના ટ્રસ્ટી રમેશ કૈલા અને રોહિત સિણોજીયાએ તક્ષશિલા સંકુલના હેન્ડબોલ રમતમાં રાજ્યકક્ષાની રમત માટે પસંદ થયેલ આશરે ૪૬ જેટલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોચ પ્રકાશ જોગરાણા અને પૂજાબેન ઓરા, હિતેશ કૈલાએ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ – રવી પરીખ હળવદ

Exit mobile version