હળવદ તાલુકા ના મીયાણી ગામે પીવાના પાણી ની તફ્લીક દૂર કરવા મુખ્યમંત્રી નેં રજૂઆત કરતાં કે ડી બાવરવા
Morbi chakravatnews
મોરબી જીલ્લા ના હળવદ તાલુકા ના મિયાણી ગામે ઉનાળા ની શરૂઆત પહેલાં જ પીવાના પાણીની અછત સર્જાતાં પીવાનું પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે
આ ગામ હળવદ તાલુકા ના ટીકર ના રણ ની નજીક આવેલું ગામ છે. સરકાર ની જે યોજના દ્વારા પાણી ની લાઈનો નાખેલ છે. તેમાંથી હાલમાં પાણી મળતું નથી.ગામના લોકો જ્યાં ત્યાંથી પાણી ભરીને ન પીવા લાયક પાણી પીવા મજબુર બન્યા છે. અને જો આવુજ ચાલતું રહેશે તો ગામ લોકો પાણી જન્ય રોગો ને ભોગ બનશે. તાત્કાલિક ધોરણે. આ જીવન જરૂરી એવું પાણી મીયાણા ગામના લોકો ને મળતું થાય તેવી રજૂઆત ઈન્ટરનેટ નેશનલ હ્યુમન રાઈટ્સ ના સેક્રેટરી કાન્તિલાલ બાવરવા દ્વારા મુખ્યમંત્રી નેં કરવામા આવી છે અને ત્રણ દિવસ ની અંદર પીવાના પાણી બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો ના છુટકે ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન નાં મંડાણ કરવાની ફરજ પડશે તવી અંત માં ચીમકી ઉચ્ચારી હતી.