Site icon ચક્રવાતNews

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત શિક્ષકોની દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવદ તાલુકાની નવ જેટલી ટીમે ભાગ લીધો હતો

 

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત શિક્ષક ની દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું તેમાં તાલુકાની નવ ટીમે ભાગ લીધો હતો.ટુર્નામેન્ટ ના ઉદ્ઘાટક શિક્ષણ સમિતિ ના ચેરમેન અને ધારાસભ્યં ઘનશ્યામપુર સીટ ના જિલ્લા પંચાયત ના સદસ્ય તેમજ તાલુકાના પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ના સભ્ય ભરતભાઈ , રામેશભાઈ , ન્યાયસમિતિના ચેરમેન સરપંચ તેમજ જીલા સંઘ ના પ્રમુખ ઘનશ્યામભાઈ તેમજ મહામંત્રી દિનેશભાઇ સાથે નાયકપરા અને અન્ય હોદેદારો અને મંડળી ના પ્રમુખ અનિલભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા
બીજા દિવસે ફાઇનલ માં સાપકડા ઇલેવન અને માથક ઇલેવન રમાઈ હતી, જેમાં સાપકડા ઇલેવન નો ભવ્ય વિજય થયો હતો


બીજા દિવસે સમાપન માં જિલ્લા પંચાયત ના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, માથાક જિલ્લા પંચાયતના સભ્ય મેરાભાઈ, તાલુકા પંચાયત ના પ્રમુખ તેમજ સરપંચ અને નિલેશભાઈ વ્યાસે હાજરી આપી હતી
આમ બે દિવસમાં ખુબ રોમાંચક મેચો જોવા મળી જેમાં સેમી ફાઇનલ મેચે થોડીવાર માટે બધાના શ્વાશ થનભાવી દીધા હતા અને સુપર ઓવર માં માથક ઇલેવનને કીડી ઇલેવન ને પછાડી હતી


સમગ્ર કાર્યક્રમ નું આયોજન તાલુકા પ્રમુખ ધોળુભાઈ, મહામંત્રી ચતુરભાઈ પાટડિયા તેમજ હીરા ભાઈ રાઠોડ રાજ્ય કારોબારી હાર્દિકભાઈ તેમજ મિલન ભાઈ વિશાલભાઈ, ગોઠી સાહેબ અને વિવેકાનંદ યુવા ગ્રુપ ના તમામ મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી અંતે સાપકડા ઈલેવને સપકડા સીટ ના સભ્ય ચંદુભાઈ શિહોર ના હાથે જ ટ્રોફી લઇ સન્માન મેળવ્યું હતું

રવી પરીખ હળવદ

Exit mobile version