Site icon ચક્રવાતNews

2022 માં ભાજપા યુવાનોને તક આપવાનાં મુડ માં કપાઇ સકે છે અનેક નેતાઓની ટીકીટો

ચાર રાજ્યમાં વિજય મેળવતાં ભાજપ હવે ગુજરાત માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની રણનીતિને બદલવાન મૂડમાં છે

નેતાઓનું પત્તુ કપાઈ શકે છે. વિધાનસભા માટે મિશન 2022 અંતર્ગત યુવાનેને રાજકીય ક્ષેત્રે પ્રમોટ કરવાનો પ્લાન ભાજપનો છે. ખાસ કરીને ભાજપ આ વખતે ચૂંટણીમાં યુવાનોને નવી તક આપવાના મુડમાં છે. ભાજપે જૂના મંત્રીઓના વલણ, વિવાદ અને નિવેદનોને ધ્યાને લીધા હોય એવું હાલમાં દેખાઈ રહ્યું છે.
જે લોકોની ટિકિટ કપાવવાની છે એમાં ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓનું પણ નામ છે. જેમ કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા. હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, જૂના અને મોટા કદના કહેવાતા મંત્રીઓના નામ કપાઈ શકે છે. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, આર.સી.ફળદું, સૌરભ પટેલ, કિરિટસિંહ રાણાનો સમાવેશ થાય છે. તબિયતને કારણે કૌશિક પટેલ અને પુરૂષોત્તમ સોલંકીના પત્તા કપાઈ શકે. જ્યારે બાબુ જમના પટેલ અને જેઠા ભરવાડની પણ આ વખતે છેલ્લી ટર્મ હોઈ શકે છે. બીજી બાજું બાબુ બોખિરીયા, રમણ પાટકર, આત્મારામ પરમાર, યોગેશ પટેલ, મોહન ઢોળીયા, બચુ ખાબડ, શંભુજી ઠાકોર, કિશોર ચૌહાણ તથા ધનજી પટેલની પણ ટિકિટ કપાય એવા એંધાણ છે. બીજી શક્યતાઓ એ પણ સેવાઈ રહી છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પક્ષ ટિકિટ દેવાના મૂડમાં નથઈ. એટલે પત્તા કપાશે એવા એંધાણ છે. જેમાં પરષોત્તમ સાબરિયા અને જીતુ ચૌધરીને ટિકિટ ન પણ મળે. જ્યારે ગજેન્દ્ર પરમારની સામે ફરિયાદને કારણે એની ટિકિટ કપાઈ શકે છે.


આ ઉપરાંત વડોદરામાંથી ભાજપના દબંગ નેતા અને બેફામ નિવેદનને કારણે સતત વિવાદમાં રહેલા મધુ શ્રીવાસ્તવની ટિકિટ ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. જ્યારે નારાજગીના સુર વ્યક્ત કરતા ગોવિંદ પરમારની પણ ટિકિટ કટ થઈ શકે છે. જ્યારે ઉંમરને કારણે ચાર મંત્રીઓને પડતા મૂકાઈ શકે છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. મંચ પરથી બાંધી ભાષામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મહિલા સરપંચ ગામનું સંચાલન કરે. ઘણા ગામ અને કોર્પોરેશનમાં એ ચિત્ર જોવા મળ્યું છે કે, મહિલા ખુરશી પર હોય અને વહીવટ, આદેશ અને પાવર એનો પતિ કરતો હોય છે. આવનારી ચૂંટણીમાં કોઈ નવા ચહેરા જોવા મળી શકે એ વાત આ પરથી નિશ્ચિત માની શકયા છે.

Exit mobile version