Site icon ચક્રવાતNews

23 માર્ચ-શહિદ દિન નિમિતે નીલકંઠ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માં રાષ્ટ્રપ્રેમ તેમજ રાષ્ટ્ર ભાવના નું સર્જન કરવા “શહીદ સ્મૃતિ રેલી” યોજાશે…

રેલીમાં નીલકંઠ વિદ્યાલય ના ધો 5 થી 11 ના વિદ્યાર્થીઓ આપણા ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર 75 જેટલા ક્રાંતિકારીઓની વેશભૂષામાં જોવા મળશે અને તેમની દેશ પ્રત્યેની નિષ્ઠા,ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાની ની મોરબી ના લોકો ને સ્મૃતિ અપાવશે

–200 વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મમાં પરેડ કરશે.
— 50 વિદ્યાર્થીઓ નેવી અને 50 વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મમાં પરેડ કરશે.
— મોરબી ના Ex Army Officer અને ક્રાંતિકારી સેના પણ રેલી માં જોડાશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
— નીલકંઠ વિદ્યાલય ના 750 વિદ્યાર્થીઓ રેલી માં જોડાશે અને પરેડ કરશે તેમજ મોરબી ની રાષ્ટ્રપ્રેમી સામાજિક સંસ્થાઓ પણ સાથે જોડાશે.
— રેલી દરમિયાન ક્રાંતિકારીઓએ આપેલ નારા, સંદેશ અને તેમના વિચારોની રજુઆત જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કરવામાં આવશે.
— રેલી ની શરૂઆત સવારે 8.30 કલાકે નીલકંઠ વિધાલય થી કરવામાં આવશે.

— મોરબી ના રાષ્ટ્રપ્રેમી લોકો ને રેલી માં જોડાવા અને ક્રાંતિકારી બનેલા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા નીલકંઠ વિદ્યાલય પરિવાર વિનંતી સાથે નમ્ર અપીલ કરે છે.

Exit mobile version