Site icon ચક્રવાતNews

26 એપ્રિલે રાજસ્થાનના શ્રમિકો મતદાન કરવા જઈ શકે તે માટે બે દિવસ મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ

રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે ૨૬ અને ૨૭ એપ્રિલે અનાજ વિભાગમાં હરાજીનું કામકાજ બંધ

મોરબી જિલ્લામાં રહેલા રાજસ્થાન વાસી શ્રમિકો ૨૬ એપ્રિલે મતદાન કરી શકે તે માટે એક ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ ૨૬-૦૪-૨૦૨૪ ને શક્રવારના રોજ રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીનું મતદાન હોવાથી યાર્ડના શ્રમિકો રાજસ્થાન મતદાન કરવા જઈ શકે તે હેતુને ધ્યાનમાં રાખીને મોરબી માર્કેટીંગ યાર્ડમાં તા.૨૬-૦૪-૨૦૨૪ થી તા.૨૭-૦૪-૨૦૨૪ સુધી દિવસ-૨ અનાજ વિભાગમાં હરરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવેલ છે.

તા.૨૯-૦૪-૨૦૨૪ ને સોમવાર થી રાબેતા મુજબ હરરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવશે. જેની લાગતા-વળગતા સર્વે ભાઈઓએ નોંધ લેવી તેમજ ખેડૂતભાઈઓ એ બે દિવસ માલ લઈને ન આવવા પણ મોરબી માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.

Exit mobile version