Site icon ચક્રવાતNews

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદની ચુંટણી રસપદ રહેશે ?

મોરબી સિરામિક ટાઇલ્સ એસોસિયેશનના હાલના પ્રમુખ દ્વારા સ્વૈચ્છિક રાજીનામું  આપી દેતાં પ્રમુખ પદની દાવેદારી માટે ખરાખરી નો જંગ જોવા મળી રહ્યો છે.

અગાઉ પ્રમુખપદની વરણી બિનહરીફ થતી હતી પરંતુ આ વખતે અચાનક જ આ પ્રમુખ પદ મેળવવા ઇચ્છુક દાવેદારોએ પોતાના જૂથની ખાનગી મીટિંગો બોલવાનું શરૂ કરી દેતા જાણે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી હોય તેવો માહોલ રચાય રહ્યો છે મોરબી સિરામિક ટાઇલ્સ એસોસિયેશનના હાલના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા દ્વારા સૂચિત રાજીનામું અપાયું છે ત્યારે ખાલી પડેલા પ્રમુખ માટે ત્રણ ઉદ્યોગપતિઓ દ્વારા દાવેદારી નોંધાવી છે જેમા હાલના ઉપપ્રમુખ હરેશભાઈ બોપલીયા,પ્રદિપભાઈ કાવઠીયા તેમજ ચતુરભાઈ પાડલીયાનો સમાવેશ થાઈ છે પોતાના પ્રમુખ પદ ને સુનિશ્ચિત કરવા ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતાના જૂથના ઉદ્યોગપતિઓને બોલાવી
ખાનગી મિટિંગોનો દોર યોજાઇ રહ્યો છે પ્રમુખ પદના એક જૂથ દ્વારા કાલે રાત્રિના એક ખાનગી બેઠક યોજાય હતી જેમાં જુથ સમર્થક ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે ખાનગી બેઠકમાં હરેશભાઈના સમર્થક ઉદ્યોગપતિઓએ તેમને જીતાડવાં માટે એડી ચોટીનું જૉર લગાવવા નિર્ધાર કર્યો હતો તો બીજી તરફ પ્રદીપભાઈ કાવઠીયા સમર્થકો દ્વારા
પણ એક મિટિંગનું આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું છે સામાન્ય રીતે બિનહરીફ થતી એસોસીએશનની ચૂંટણી આ વખતે આ પ્રમુખ પદના દાવેદારોએ જોર લગાવતા વિધાનસભાની ચૂંટણી હોય તેવો માહોલ જામી રહ્યો છે.

 

Exit mobile version