મર્હુમની જીયારત આવતીકાલ સોમવારે ખેરવા ગામ ખાતે યોજાશે
વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ. 90)નું શનિવાર બપોરના સમયે ઈન્તેકાલ/અવસાન થયું છે, જેમની આખરી સફર શનિવારે સાંજના નિકળતાં તેમના જનાઝાને બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ કાંધ આપી હતી. મર્હુમની જીયારત આવતીકાલ તા. 22/01/24, સોમવારના રોજ તેમના વતન ખેરવા ગામ ખાતે રાખેલ છે
મર્હુમ રહેમાનભાઈ બાદી તે ચક્રવાત ન્યુઝના તંત્રી યાકુબભાઈ બાદી, સામાજિક તથા રાજકીય અગ્રણી અસરફભાઈ બાદી, અયુબભાઈ બાદી તથા નજરૂદ્દીનભાઈ બાદીના પિતા હોય, જેમના અવસાનથી બાદી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે
• મર્હુમની જીયારત •
તારીખ : 22/01/2024, સોમવાર
સમય : સવારે 8 વાગ્યે…
સ્થળ : મું. ખેરવા ગામ ખાતે…(તા. વાંકાનેર)