Site icon ચક્રવાતNews

ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં શાળા કક્ષાનો વિજ્ઞાનમેળો યોજાયો

મોરબીની 125 વર્ષ જૂની ધરોહર સમાન સરકારી શાળા – ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં આજરોજ તા. 4 સપ્ટેમ્બરના રોજ શાળા કક્ષાનો વિજ્ઞાનમેળો યોજાઈ ગયો.

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણના આ પ્રદર્શનમાં ધો. 9 થી 12 ના 228 વિદ્યાર્થીઓએ કુલ 115 કૃતિઓ રજૂ કરેલ. જેમાં રોબોટિક્સ, ચંદ્રયાન, ફાર્મ સેફ્ટી, ફ્લાઈંગ રોકેટ, 3D હોલોગ્રામ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, મનુષ્યના તંત્રો, ભૂકંપ, જ્વાળામુખી જેવા વર્કિંગ મોડેલ એ આકર્ષણ જમાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ વ્યવસ્થાનો ભાર ઉપાડેલ તથા સંચાલન માટે શાળાના શિક્ષક સુધિરભાઈ ગાંભવા, આઈ. ટી. વીડજા તથા અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. પ્રદર્શન દરમિયાન શિક્ષકો મહેશભાઈ ગાંભવા, અમિતભાઇ તન્ના, હિરેનભાઈ નથવાણી તેમજ બિપીનભાઈ દેત્રોજાએ નિર્ણાયક તરીકે રહીને દરેક બાળ વૈજ્ઞાનિકોની મહેનતને બિરદાવી હતી. પ્રદર્શન દરમિયાન આઈ.ટી. વીડજા સાહેબ દ્વારા દરેક બાળ વૈજ્ઞાનિકો અને વ્યવસ્થાપક સમિતિના સભ્યો માટે અલ્પાહારનું આયોજન કરાયું હતું.

આ તકે શાળાના ઇન્ચાર્જ આચાર્ય પડસુંબિયા સાહેબે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બંને વિભાગમાંથી પ્રથમ ત્રણ-ત્રણ કૃતિઓને પ્રોત્સાહક ઇનામ તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી હતી.

આ તકે જિલ્લા શિક્ષણાધિકારી રાણીપા સાહેબ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંબારિયા સાહેબે દરેક કૃતિની મુલાકાત લઈ, બાળ વૈજ્ઞાનિકોના ઉત્સાહ વધારવાની સાથે સાથે શાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

Exit mobile version