Site icon ચક્રવાતNews

પોણા બે વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્ર થી ઝડપી પાડતી મોરબી એસઓજી ટીમ

હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ વિશ્વાસઘાતના ગુના અંગેનો આરોપી છેલ્લા પોણા બે વર્ષથી નાસતો ફરતો હોય મોરબી એસ ઓ જી ની ટીમે મહારાષ્ટ્ર રાજ્યમાંથી પકડી પાડી હળવદ પોલીસના હસ્તગત કરેલ છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતના ગુનામાં ફરિયાદી જય કિસાન ટ્રેડિંગ નામની પેઢીના નામે કુલ રૂપિયા 69,64,868 રૂપિયા કોઈપણ રીતે વિશ્વાસઘાત કરી અગાઉ જણાવેલ હોય ત્યારે અન્ય આરોપી એ તથા આ નાસ્તા ફરતા આરોપીએ મળી ગુનો આચરેલ હોય તે બાબતે મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યરત હોય ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને આરોપી પવનભાઈ ગેહલોત રહે થાણે મુંબઈ વાળો હાલમાં મુંબઈમાં ગોરઈ વિસ્તારમાં હોય જે બાબતની વાતને મળતા પોણા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી પવનભાઈ ગેહલોત ને ઝડપી પાડ્યો છે ત્યારે આરોપીને હળવદ પોલીસને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી

Exit mobile version