ABVP મોરબી દ્વારા L.E.ડિગ્રી COLLEGE ખાતે પીવાના પાણી અને સ્વચ્છતા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું
Morbi chakravatnews
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિધાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિધાર્થીઓને થતા અન્યાય સામે લડત આપતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે.
મોરબીની L.E. ડિગ્રી કોલેજ ખાતે ઘણા સમયથી પાણીના કૂલર હોવા છતા બંધ હાલતમાં છે અને જેના લીધે પીવાનું પાણી વિદ્યાર્થીઓને મળતું નથી અને કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા નથી બાથરૂમ માં પણ સ્વચ્છતા નથી અને હોસ્ટેલમાં પણ ઘણી બધી સમસ્યાઓ છે જેના લીધે વિદ્યાર્થીઓ ને તકલીફ પડી રહી છે આ બાબતે વિધાર્થીહિત માટે આવેદન પત્ર LE કોલેજ ના પ્રિન્સીપાલ ને આપવામાં આવ્યું અને જો આ પ્રશ્ર્નોનું નિરાકરણ નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપુર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.