Site icon ચક્રવાતNews

વાંકાનેર ના કલાવડી ગામના પાટીયા પાસે ઇકો કારના હડફેટે એકટીવા ચાલકનું મોત

વાંકાનેર તાલુકાના કલાવડી ગામના પાટીયા પાસે ગેસ પ્લાન્ટ ની સામે પુરપાટ ઝડપી આવતી ઇકો કારના ચાલકે એકટીવા ચાલકને રહેતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવા ચાલકનું મોતની પડ્યું છે

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કલાવડી ગામના પાટીયા પાસે આ કામના આરોપી ઇકો કાર ચાલક રજીસ્ટ્રેશન નંબર GJ 03 JC 7186 વાળો પુરપાટ ઝડપે બેદરકારીથી ચલાવી આવતો હોય ત્યારે સામેથી એકટીવા ચાલક ગોપાલ ઉર્ફે વિશાલ પરબતભાઈ બાંભવા ને હડફેટે લીધો હતો ત્યારે 19 વર્ષ થી ગોપાલ ઉર્ફે વિશાલનું મોત નીપજ્યું હતું અને એકટીવા પાછળ બેઠેલ સંદીપભાઈને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હોય ત્યારે આ અંગે ઈકો કાર ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે

Exit mobile version