Site icon ચક્રવાતNews

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે આવેલ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાંથી 1.675 કિલો ગાંજાના જથ્થા સાથે એક પરપ્રાંતિય શખ્સ ઝડપાયો

મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં દરોડો પાડી એક પરપ્રાંતિય શખ્સને 1.675 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ આયોટા ટાઇલ્સ એલએલપી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં દરોડો પાડી આરોપી મનોજ પ્રફુલભાઇ ગોપ (ઉ.વ. 21, રહે. હાલ આયોટા ટાઇલ્સ, મુળ રહે. નયાગાવ, ઝારખંડ)ને 1.675 કિલો ગાંજાનો જથ્થો તથા એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 17,750 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version