Site icon ચક્રવાતNews

મોરબીમાં APK ફાઈલ ઓપન કરતા આધેડના ખાતામાંથી 3.33 લાખ ગાયબ

કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા પહેલા સો વખત વિચારજો! સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપિંડીનો નવો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમા પણ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના આધેડેને આરોપી વોટ્સએપ પર APK ફાઈલ મોકલતા આધેડે ઓપન કરતા આધેડના ખાતામાંથી રૂ. 3.33.500 ટ્રાન્સફર કરી આધેડ સાથે ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ લજાઈ ગામના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર સરદારનગર-1મા નેચરલ પેલેશ -301 ત્રીજા માળે રહેતા અશોકભાઇ દામજીભાઈ કોટડીયા (ઉ.વ‌.૪૬) એ આરોપી અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના વોટ્સેપ નંબર ઉપર આર.ટી.ઓ ચલણ APK. ફાઇલનો મેસેજ મોકલતા ફરીયાદીએ આ ફાઇલ ઓપન કરતા કોઇ અજાણ્યા ઇસમ આરોપીએ ફરીયાદીનો મોબાઇલ હેક કરીનેફરીયાદીના HDFC Bank એકાઉન્ટમાથી કુલ રૂ. ૩,૩૩,૫૦૦/- ટ્રાંસફર કરી મેળવી લઇ ફરીયાદી સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version