મોરબી: મોરબીના સામાકાઠે શીવમ હોસ્પિટલની બાજુમાં ચાની કેબીન પાસે બધા બેઠા હોય ત્યારે એક શખ્સે યુવાનની મશ્કરી કરતા યુવાને મશ્કરી કરવાની ના પાડતા શખ્સને સારૂ નહી લાગતા યુવાનને જાતી પ્રત્યે અપમાનીત કરી છરી વડે ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાઠે ઈંન્દીરાનગર અબ્બાસની દુકાન પાસે રહેતા રતીલાલભાઈ ઉર્ફે અતુલભાઈ સોલંકી (ઉ.વ.૪૦) એ આરોપી રવિભાઈ છગનભાઇ નિમાવત રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪-૧૦-૨૦૨૩ ના રોજ ફરીયાદી તથા સાહેદ તથા આરોપી બેઠા હોય ત્યારે આરોપીએ ફરીયાદીની મશ્કરી કરતા ફરીયાદીએ મશ્કરી કરવાની ના પાડતા આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદીને જાહેરમા ગાળો આપી જાતી પ્રત્યે અપમાનજનક શબ્દ બોલી ફરીયાદીને વાંસાના ભાગે જમણા ખંભા પાસે છરીનો એક ઘા મારી ઈજા પહોંચાડી હતી જેથી ભોગ બનનાર રતીલાલભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ-૩૨૪,૫૦૪ જી.પી.એકટ-૧૩૫ તથા એટ્રોસીટી એક્ટ ૨૦૧૫ ની કલમ-૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.