Site icon ચક્રવાતNews

બી ડિવિઝન પોલીસ સુરક્ષા સેતુ ટીમ દ્વારા ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ ભણાવાયા

મોરબી : સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ હરમેશ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમનું આયોજન કરતી હોય છે

જેમાં આજરોજ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સ્ટુડન્ટ ફોર કેડેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં LRD તુષારભાઈ કંણઝરિયા તથા બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ ભણવામાં આવ્યા હતા. આ સાથે પોલીસએ આપણા મિત્ર છે ની વાત અહી યથાર્થ થઈ હતી. અને ડિસ્પ્લે દ્વારા સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.

Exit mobile version