Site icon ચક્રવાતNews

બગથળાની અભિલાષા ગૌશાળાના લાભાર્થે રાહતભાવે ફટાકડા સ્ટોલનુ આયોજન 

અભિલાષા ગૌ સેવા યુવક મંડળ સંચાલિત અંધ અપંગ ગૌ શાળા બગથળા ગામમાં ઘણા સમય થયા ચાલે છે. જેમાં અંદાજિત 115 ગાયો છે. જેના નિભાવ માટે ફટાકડાનાં બે સ્ટોલ ગયા વર્ષ નિ જેમ આં વર્ષે પણ રાખેલ છે.

જેમાં 1 ઉમા હોલ રવાપર ગામ પાસે અને 2 પ્રસંગ હોલ જી આઇ ડી સી માં . આમ આં વર્ષે તદન નવા ફટાકડા નો સ્ટોક આવેલ છે. કોઈ પણ ફટાકડા જૂના આપવામાં નહિ આવે ફટાકડામાં આપને કોઈપણ જાતનિ ફરિયાદ કરવાનો ચાન્સ નહિ મળે એની અમો ખાત્રી આપીએ છીએ ફટાકડા ની કિંમત ખરેખર એકદમ વ્યાજબી છે. મોરબીમાં સૌથી સસ્તા ફટાકડા ઉમા હોલ અને પ્રસંગ હોલ માં મળશે ગ્રાહકને પુરે પુરો કોલીટી અને ભાવમાં અમો સંતોષ આપશું. મોરબી અને આજુબાજુનાં ગામની ધર્મ પ્રેમી જનતાને વિનતી કે આપ સૌ એક વખત અમારી મુલાકાત કરી અને ખાત્રી કરો કે ગ્રાહક એજ અમારા ભગવાન છે અને એમને સંતોષ આપવો એજ અમારો મુદ્રા લેખ છે.તો આપ સૌ ને અમારી ફરીથી વિનતી કે આં સેવા નાં કાર્ય મા આપ પણ ભાગીદાર થવા માટે ફટાકડાનિ ખરીદી કરી અમોને જરૂર સાથ આપશો.

Exit mobile version