Site icon ચક્રવાતNews

બગથળા સી.આર.સી.ના કલા ઉત્સવમાં બિલિયા શાળાએ મેદાન માર્યું.

મોરબી તાલુકાના બગથળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત બગથળા સી.આર.સી મુકામે કલા ઉત્સવનું આયોજન કરેલ જેમાં જી.સી.ઈ. આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ દ્વારા દર વર્ષે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે

જેમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એવા હેતુસર ગાયન,વાદન,કાવ્ય લેખન અને ચિત્ર જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે,આ સ્પર્ધામાં બીલીયા પ્રાથમિક શાળાના બાળકો એ તમામ વિભાગોમાં નંબર પ્રાપ્ત કરી સુંદર પ્રદર્શન કરી મેદાન માર્યું છે જેમાં (૧) ચિત્ર સ્પર્ધા .સરવૈયા જતીનભાઈ ભરતભાઈ પ્રથમ નંબરે આવેલ છે (૨) સંગીત ગાયન સ્પર્ધામાં સાણંદિયા ભવ્ય અરવિંદભાઈ પ્રથમ નંબરે આવેલ છે.(૩) સંગીત વાદન સ્પર્ધામાં શેરસીયા જ્ઞાન હસમુખ પ્રથમ નંબરે આવેલ છે.(૩) બાળ કવિ સંમેલનમાં કાવર ઐષી નીતિનભાઈ દ્વિતીય નંબરે આવેલ છે તો આ તમામ બાળકોને શાળા પરિવાર તથા આચાર્ય શ્રી કિરણભાઈ કાચરોલાએ અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે.

Exit mobile version