માળીયા મીયાણા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઈ
Morbi chakravatnews
માળીયા મીયાણ તાલુકા ના જાજાસર ગામ પ્રાથમિક શાળા માં બાળસંસદની ચૂંટણી યોજાઈ હતી
માળિયા મિયાણાના જાજાસર સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બાળ વયની ચૂંટણી મતદાન નેતૃત્વ, સામાજિક મૂલ્યો, અને જવાબદારી વિશે જાગૃત થાય તેવા હેતુથી બાળસંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ ચૂંટણી અંગે શાળા દ્વારા પ્રથમ જાહેર નામ ઉપાડવામાં આવ્યું હતું જે મુજબ ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી ત્યારબાદ તાલુકા પંચાયતની ચૂંટણીની માફક મોકપોલ કરવામાં આવ્યું હતું અને ઇવીએમ મશીનનો ઉપયોગ કરીને ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં શાળાના 200 વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસરની ભૂમિકા ભજવી હતી અને ત્યાર બાદ શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ દ્વારા મત ગણતરી કરતા બાળા ખુશીબેન વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા,ચૂંટણીની સમગ્ર કામગીરી શાળાના શિક્ષક દિનેશભાઈ કાનગડ, રાજેશભાઈ રાઠોડ જૈમીનીબેન સોલંકી, એ માર્ગદર્શન પાડ્યુ હતું આવ્યું હતુ