Site icon ચક્રવાતNews

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાંથી 206 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીન દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલ એક વાડીમાંથી નાની મોટી 206 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી ઝડપી પાડી અન્ય બે બુટલેગરો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની આંકડીયો ઢોળો નામથી ઓળખાતી સીમમાં આવેલ આરોપી અનીલભાઇ અવચરભાઇ વીંઝવાડીયાની વાડીની ઓરડીમાં દરોડો પાડી ભારતીય બનાવટની નાની મોટી 206 નંગ વિદેશી દારૂની બોટલો સાથે આરોપી અનીલભાઇ અવચરભાઇ વીંઝવાડીયાને કુલ રૂ . 29,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.‌

પોલીસ દ્વારા આ બનાવની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આરોપી બળવંતસિંહ જીલુભા ઝાલા (રહે. નાડધ્રી, તા. મુળી) અને દારૂની ડિલેવરી આપી જનાર આરોપી વીક્રમભાઇ ગગજીભાઇ અઘારા(રહે. રામપર, તા. મુળી) નું નામ ખુલતા આ બંને સામે પણ ગુનો નોંધી બંને આરોપીઓની શોધખોળ કરી ધરપકડ કરવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.

Exit mobile version