Site icon ચક્રવાતNews

આંતરરાજય કરોડના બિલીંગ કૌભાંડમાં મોરબીના વિપુલ ફૂલતરીયાની ધરપકડ

અગાઉ પણ કરોડોના બિલીંગ કૌભાંડમાં સંડોવાયેલ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે

આંતરરાજય બોગસ બિલીંગ કૌભાડમાં ઈકોસેલ દ્વારા ૧૯ આરોપીઓ સામે ચાર્જશીટ કરી દીધી છે ત્યારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે જે આરોપીએ અંદાજે 32 કરોડના બિલોની હેરાફેરી સામે આવી છે.

ટોરેન્ટ અને ડીજીવીસીએલના બીલો જીએસટી વિભાગની કચેરીમાં રજુ કરી ડમી વ્યક્તિના નામે એ બી એન્ટરપ્રાઈઝ, બારિયા એન્ટરપ્રાઈઝ, ગણેશ એન્ટરપ્રાઈઝ, જય અંબે એન્ટરપ્રાઈઝ, એમ ડી ટ્રેડીંગ, મકવાણા ટ્રેડીંગ અને એમ ડી એન્ટરપ્રાઈઝ નામે પેઢી ખોલીને જીએસટી નંબર મેળવ્યા હતા.પોલીસે દરોડા પાડી સજ્જાદ ઉર્ફે એમ એસ લંગડા સહીત ૧૯ આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી પણ આ ટોળકીએ ૮ પેઢીઓમાં અલગ અલગ બીલોથી 200 કરોડથી વધુનું ટર્નઓવર કર્યું હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે

મોરબીમાં સિરામિક ઉધોગ મોટા પાયે વિકાસ પામ્યો છે ત્યારે બોગસ બિલીંગની અનેક ફરિયાદો સામેં આવતી હોય છે ત્યારે ઇકો સેલની ટીમે બારિયા એન્ટરપ્રાઈઝ નામની ફરિયાદમાં પોલીસે વિપુલ ધનજીભાઈ ફૂલતરીયા રહે-ચિત્રકૂટ સોસાયટી રવાપર તા.મોરબી વાળાની ધરપકડ કરી હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે તો પકડાયેલ વિપુલ અગાઉ ધર્મેન્દ્ર અને મયુર મારફત માર્બલ અને સિરામિકના ડ્રાઈવરનો આપી બીલો પાસ કરાવતા હતા તે ક્યા વેપારીઓને બીલો આપતા હતા તેની તપાસ ચાલી રહી હોવાની પણ માહિતી મળી છે તો આ ઉપરાંત વિપુલે ૩૯.૨૦ કરોડના બીલો બીજા નિકુંજ ફીચડીયાની સાથે મળી ફરતા કર્યા હતા તેની પણ તપાસ કરવા માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કર્યા હોવાની મહિતી સુત્રોમાંથી મળી છે

Exit mobile version