Site icon ચક્રવાતNews

બી.પી.એલ કાર્ડ ન ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓ પણ હવે સંતસુરદાસ પેન્શન યોજના સહિત યોજનાનો લાભ મેળવી શકશે

પાત્રતા ધરાવતા દિવ્યાંગો રાજ્ય સરકારની સંતસુરદાસ પેન્શન યોજના, GMDPS (બૌધિક અસમર્થતા) પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે

મોરબી: રાજય સરકારની સંતસુરદાસ યોજના હેઠળ મોરબી જિલ્લાના ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમજ બી.પી.એલ. લાભાર્થી કાર્ડ ધરાવતા હોય અથવા ન ધરાવતા હોય તેવા તમામ દિવ્યાંગોને રાજ્ય સરકારની સંતસુરદાસ પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે. ઉપરાંત GMDPS (બૌદ્ધિક અસમર્થતા) ધરાવતા દિવ્યાંગો માટે ૫૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા દિવ્યાંગોને GMDPS (બૌદ્ધિક અસમર્થતા) પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર છે.

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. જે માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી, રૂમ નંબર – ૫, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી, ફોન નંબર-૦૨૮૨૨ ૨૪૨૫૩૩ નો સંપર્ક કરવા અનુરોધ છે.

Exit mobile version