Site icon ચક્રવાતNews

સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો થતાં રાજકોટના બિલ્ડરો હળતાળ પર ઉતર્યા

સમગ્ર ગુજરાતમાં સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં બેફામ વધારાના વિરોધમાં રિયલ એસ્ટેટ સેક્ટર આજે એક દિવસીય હળતાળ પર છે. રાજકોટની 700થી 800 સાઇટ મળી રાજ્યમાં કુલ 22,000 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે બિલ્ડરોએ કામ બંધ રાખ્યું છે. આ મુદ્દે બિલ્ડર એસોસિએશનના પ્રમુખે પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, સરકાર મધ્યસ્થી બની ભાવમાં નિયંત્રણ કરાવે. બાંધકામ સાથે જોડાયેલા તમામ સંગઠનો આજે 1 દિવસીય હડતાળ પર છે અને જેમાં રાજકોટના 15000 મળી ગુજરાતના 40 લાખ જેટલા મજૂરો 1 દિવસ માટે કામકાજથી અળગા રહશે.રાજકોટની 700થી 800 સાઇટ મળી રાજ્યમાં કુલ 22000 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ બંધ રહેશે.

Exit mobile version