મોરબીમાંથી શંકાસ્પદ ચોરીના બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
Morbi chakravatnews
મોરબી: મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના શંકાસ્પદ બાઇક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે નવા બસ સ્ટેશન સામે રોકી મોટરસાયકલ ચેક કરતા હિરો કંપનીના સ્ટીકર વાળુ કાળા કલરનું જેની આગળ પાછળ નંબર પ્લેટ વગરનુ મોટરસાયકલ હોય જેથી તેના એન્જીન નંબર મોબાઇલ પોકેટ કોપમા સર્ચ કરતા કોઇ માહીતી સર્ચ ન થતી હોય જેથી સદર મોટરસાયકલ ના માલીક તથા કાગળો બાબતે પુછતા ગલ્લા તલ્લા કરી સંતોષ કારક જવાબ આપતો ન હોય જેથી પાસેનુ મોટર સાયકલ તેણે કોઇ સ્થળેથી ચોરીથી કે છળકપટથી મેળવેલનુ જણાતુ હોય જેથી સદરહુ મોટર સાયકલની કિંમત રૂપીયા ૮,૦૦૦/- ગણી સી.આર.પી. કલમ-૧૦૨ મુજબ કબજે કરેલ છે. અને ઈસમ જગદિશસિંહ રધુવિરસિંહ રાજશોર ઉવ.૨૬ ધંધો ગેરેજ રહે, જીનનો ઢાર લાયન્સનગર, શનાળા બાયપાસ, મોરી મુળ રહે. દેવપુરા રાવો કા ખેડા તા.માંડલ જી.ભીલવાડા રાજસ્થાનવાળાને સી.આર.પી.સી. કલમ-૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ને મુદ્દામાલ સાથે સોપી આપેલ છે.