Site icon ચક્રવાતNews

મોરબીના ઘૂટું રોડ પર પોલીસની કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

મોરબીના ઘૂટું રોડ પર આવેલ હરીઓમ પાર્ક નજીક પોલીસની ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઈક ચાલક ને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો અકસ્માત થતા જ આસપાસના લોકો એકત્રિત થતા હતા

મળતી માહિતી મુજબ મોરબી પોલીસની સી ટીમ હળવદ તરફ જતી હોય દરમિયાન ઘૂટું ગામ નજીક હરિઓમ પાર્ક નજીક બાઈક સાથે અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલકને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો અકસ્માત થતા જ આસપાસના લોકો એકત્ર થયા હોવાની માહિતી મળી છે તેમજ પોલીસની સી ટીમના કાર નંબર જીજે ૧૮ જીબી ૫૫૮૦ અને બાઈક જીજે ૦૩ બીવાય ૮૫૦૫ બંને વચ્ચે અકસ્માત થયો હતો અને સી ટીમ હરીઓમ પાર્કના ગેટ પાસે પહોચતા બાઈક ચાલક ગેટની બહાર નીકળતા અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા થતા પોલીસની સી ટીમના ડ્રાઈવરે ૧૦૮ ને ફોન કરીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.તો ઈજાગ્રસ્ત વ્યક્તિ હકાભાઇ બચુભાઈ રજોડીયા હોય જે વાળંદના વ્યવસાય સાથે સંકળાયેલા છે

Exit mobile version