મોરબી:વિશ્વ કક્ષાના મોરબી સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી આંતરિક રોડ રસ્તાની સમસ્યાઓના ઉકેલ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સિરામિક ઉદ્યોગના આંતરિક રસ્તાના કરોડો રૂપિયાના કામ ત્રણ ફેઝમાં કરવાની મંજુરી આપી છે. જે પૈકી પ્રથમ ફેઝમાં રૂ ૩૭૬ કરોડના ખર્ચે કુલ ૩૧ રસ્તાના કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે.
આ તમામ રોડ સિરામિક ઉધોગના ભારે ટ્રાફિકને ધ્યાને રાખીને આરસીસી રોડ બનવાના છે જેના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી સમસ્યા માંથી મુક્તિ મળવાની શરૂઆત થઇ જવાની છે. બાકીના બે ફેઝના કામ પણ ટૂંક સમયમાં શરુ થશે ને આમ કુલ ૯૬ જેટલા રોડના કામ પૂર્ણ થતા જ મોરબીના સિરામિક ઉદ્યોગની આ સમસ્યા કાયમ માટે દુર થવાની છે