ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માટીના કુંડા તથા ચકલા ઘર વિતરણ કરાયા
Morbi chakravatnews
ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રહેવા માટે ૫૦૦ નંગ ચકલા ઘર તથા તૃષા છુપાવવા માટે પાણીના માટીના ૮૦૦ નંગ પરબીયાનું વિનામુલ્યે જીવદયા પ્રેમીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય જીવદયા પ્રવૃત્તિમાં ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો મહાદેવભાઈ ચિખલીયા નાનજીભાઈ મોરડીયા પ્રાણજીવનભાઈ રંગપડીયા, વસંતભાઈ માકાસણા તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા તથા પ્રથમ પાસ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાની પ્રેરક હાજરીમાં આ જીવદયા સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યો.