નવરાત્રિ ના નવલા પવિત્ર દિવસોમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી
Morbi chakravatnews
શનાળા રોડ પર આવેલ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ આપવામાં આવી તથા છ(૬) ગરીબ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનોને અનાજ રાશન કીટ આપવામાં આવી
ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા ત્રણ રાશન કીટ વેજલપર ગામે એક એક કીટ ખાખરેચી અને કુંતાસી તથા નશીતપર ગામમાં આપવામાં આવી આ દરેક સેવાકીય પ્રવૃતિઓમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના વરિષ્ઠ અને યુવા સભ્યો ની હાજરી હતી અને તેમના વરદ હસ્તે આપવામાં આવી અને નવરાત્રિ ના પાવનકારી દિવસમાં માતાજી ના આશીર્વાદ લઇ ને આ સેવાકીય કાર્ય પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી