Site icon ચક્રવાતNews

ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ અને સાડીઓ વિતરણ કરાઈ 

મોરબી: તારીખ ૦૪/૧૦/૨૦૨૩ ને છઠના શ્રાદ્ધ નિમિત્તે શૈલેષભાઈ હરિપર વાળાના બાપુજીના શ્રાદ્ધ માટે ખાખરાળા ગામમાં બે અને મોરબી શહેરમાં એક એમ ત્રણ અનાજની કીટ અને સાડીઓ ગંગા સ્વરૂપ બહેનોને આપવામાં આવી.

આ સેવા કાર્યમાં ચિત્રા હનુમાનજી મંડળના સભ્યો ભીખાભાઈ લોરિયા, ચંદુભાઈ કડીવાર, રતિલાલ પટેલ અને ભાડજાભાઈ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે આ કીટ અને સાડીઓ આપવામાં આવી હતી તેમજ ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના પ્રમુખ ત્રિભોવનભાઈ સી ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Exit mobile version