Site icon ચક્રવાતNews

ચોરાવ બાઈક સાથે ચોરને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયો

મોરબી: મોરબીના નવલખી રોડ પાસે આવેલ કુબેર નાલા પાસેથી ચોરાવ બાઈક સાથે બાઈક ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે પ્રકાશભાઇ ચંદુભાઈ નગવાડીયા રહે. ચીખલી તા. માળીયાવાળો આરોપી મોરબી નવલખીરોડ કુબેરનગર નાલા પાસેથી મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીજ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version