Site icon ચક્રવાતNews

ચૂપણી ગામે જુગારીઓ પર પોલીસ ત્રાટકી, સાત પકડાયા.

હળવદ પોલીસ દ્વારા ચૂપણી ગામે જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ આગામી સમયમાં શ્રાવણ માસ આવતો હોય ત્યારે જુગારની બદી અટકાવવા માટે પોલીસ કાર્યરત હોઈ ત્યારે હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોઈ દરમિયાન ખાનગી રાહે બાતમીના હળવદના ચૂપણી ગામે રેઇડ કરવામાં આવી હતી ત્યારે ચૂપણી ગામના રામદેવપીર મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમના નામઠામ પૂછતા તેઓ
(૧) દેવશીભાઈ સીતાપરા
(૨) નથુભાઈ પાટડીયા
(૩) ભરતભાઈ જેજરીયા
(૪) શામજીભાઈ સીતાપરા
(૫) બળદેવભાઈ મોલાડીયા
(૬) ભરતભાઈ ઓળકિયા
(૭) હરેશભાઈ પાટડીયા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની હડકાત કરી તેમની પાસે 33,750 ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી

Exit mobile version